9. ચતુર્વર્ણ બાબતે સમાજમાં પ્રચલિત મુર્ખતાપૂર્ણ માન્યતાને આપણે ગીતાના વચનો સાથે જોડી શકતા નથી

ગીતાના જે શ્લોકોમાં ચતુર્વર્ણ બાબતે વચનો કહેવાયા છે તેને પ્રમાણરૂપ માની શાસ્ત્રાર્થોમાં જાતિ-ભેદ વિષયક પ્રસ્તુત કરવામાં આવે છે. આ વચનો વર્તમાન જાતિ-ભેદ પ્રથાનું સમર્થન કરે છે એવી પણ કેટલાક લોકો વ્યાખ્યા કરે છે. તો કેટલાક જાતિ-ભેદને વંશાગત આધારનું ખંડન કરવા માટે પણ કરે છે. પરંતુ વાસ્તવમાં ગીતાના આ બધાં શ્લોકોનું પ્રચલિત જાતિ-ભેદ સાથે કોઈ સંબંધ નથી . આ બધાંજ મતભેદોથી તદન ભિન્ન વસ્તુ છે આ ચતુર્વર્ણ એટલે કે આર્ય જાતિના પ્રાચીન સામાજિક આદર્શના ચાર સુનિર્દિષ્ટ વર્ગો. પ્રવર્તમાન જાતિ-ભેદનો ગીતાના વર્ણન સાથે કોઈ પ્રકારનો મેળ આવતો નથી.

સમાજમાં બીજો પણ એક મૂર્ખતાપૂર્ણ વિચાર પ્રચલિત છે કે પોતાના માતા-પિતા કે પોતાના નજીકની અથવા દૂરની વ્યક્તિના ધંધાને જ વ્યક્તિ પોતાની વૈયક્તિક સ્વભાવ કે ક્ષમતાનો વિચાર કર્યા વિના અપનાવે , ગોવાળનો પૂત્ર ગોવાળ, ડાક્ટરનો પૂત્ર ડાક્ટર, ચમારના સંતાનો કાળક્રમ સુધી જોડા-ચંપલ જ બનાવતો રહે અને તો જ મનુષ્ય પોતાની પૂર્ણતા તથા આધ્યાત્મિક સ્વાતંત્રતા પ્રદાન કરે એવી જડ અને મુર્ખતાપૂર્ણ માન્યતાને આપણે ગીતાના વચનો સાથે જોડી શકતા નથી.

You may also like...