9. જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ

શુદ્ર-પ્રકૃતિ:

માનવ-સ્વભાવની એક પ્રકૃતિ એવી હોય છે તેનો ઝુકાવ, કાર્ય અને સેવા પ્રતિ હોય છે. આ મહાન શુદ્ર-શક્તિને સમજવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઈશું.

  • જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ
  • શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું
  • શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા
  • માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ

જીવનને ગતિશીલ રાખતી શૂદ્રની શ્રમ-શક્તિ:

જીવનના મૂલ્યોમાં શ્રમની મહત્તા ઉપર ભાર મુકવામાં આવ્યો છે અને શ્રમિકના ઘોર પરિશ્રમને માનવ-માનવના સંબંધોની આધારશીલાનાં રૂપમાં જોવામાં આવ્યું છે. જડજગતમાં શૂદ્રની જે શ્રમ-શક્તિ જોવામાં આવે છે. તેને અનિવાર્યતાની દૃષ્ટિએ જોતાં સ્થૂળ જીવનનો આધાર છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેને આધારે સ્થૂળ જીવન ગતિ કરે છે. પ્રાચીન ઉપમાની ભાષામાં કહીએ તો તે સૃષ્ટિકર્તા બ્રહ્માના પગો છે.

You may also like...