9 -Peace, calm, quiet, silence – એ દરેક શબ્દના અર્થની છાયા

Peace, calm, quiet, silence  એ દરેક શબ્દના અર્થની છાયા જુદી જુદી છે. પરંતુ એની વ્યાખ્યા આપવી સહેલી નથી. આપણે કંઇક આવા પર્યાયો યોજી શકીએ.

Peace – શાંતિ

Calm – સ્થિરતા

Quiet – અચંચળતા

Silence – નિશ્ચલ નીરવતા

અચંચળતા એટલે મનની એવી સ્થિતિ જેમાં ચંચળતા કે ક્ષોભ બિલકુલ ન હોય.

સ્થિરતા એટલે મનની એવી પ્રશાંત અચલ સ્થિતિ કે જેના પર કોઇ પણ પ્રકારના ક્ષોભની અસર ન થાય.આ સ્થિતિ અચંચળતા કરતાં ઓછી અભાવાત્મક હોય છે.

શાંતિ એ વધારે ભાવાત્મક સ્થિતિ છે. એથી અચલ અને સંવાદમય આરામનો અને મુકિતનો ભાવ સૂચવાય છે.

નિશ્ચલ નીરવતા એ એવી સ્થિતિ છે જેમાં મનની કે પ્રાણની કોઇ પણ ક્રિયા થતી નથી. યા તો જેમાં મહાન પ્રશાંતિ  અનુભવાય છે. અને ચેતનાની સપાટી પર થનાર કોઇ પણ ક્રિયા તેનો ભંગ કરી શકતી નથી યા તો તેમાં ફેરફાર કરી શકતી નથી.

You may also like...