3. બ્રાહ્મણની આત્મશક્તિઓ

જયોતિર્મય મનનો પ્રાદુર્ભાવ –

  • જે સર્વે વિચારો, જ્ઞાન, અવતરિત થતાં સત્યો પ્રતિ વધારેને વધારે ઉદઘાટિત થતું જય છે.

જ્ઞાન માટેની ઉત્કંઠા અને આતુરતા –

  • પોતાના આત્મા વિકાસ માટે,
  • બીજાઓ પ્રતિ તેને વહેવડાવવા માટે,
  • જગતમાં જ્ઞાનનું, સત્યનું, ઋતનું , ન્યાયનું શાસન સ્થપાય એ માટે
  • આપણી મહત્તર સત્તા ઉપર ઉચ્ચત્તર સામજ્જ્સ્ય પ્રવર્તે તથા
  • આત્મા અને તેની વૈશ્વિક એકતા, જયોતિ અને પ્રેમનાં શાસન માટેની ઉત્કટ અભિલાષા

મન અને સંકલ્પમાં પ્રાદુર્ભાવ થતી જ્યોતિર્મયી શક્તિ-

  • જે સમગ્ર જીવનને બુદ્ધિ પ્રતિ, સત્ય પ્રતિ, ઋત પ્રતિ, આત્મ પ્રતિ આધીન કરી દે છે.
  • નિમ્નત્તર કરણોને તેમના મહત્તર સિધ્ધાંત પ્રતિ તાબે કરી દે છે.

સ્વભાવમાં સંતુલિત સ્થિતિનો પ્રાદુર્ભાવ –

  • જે સંકલ્પો અને આવેગોના તોફાનોને વશીભૂત કરી પ્રશાંત કરી દે છે.
  • આરંભથી જ ધૈર્યશીલ, પ્રશાંત, ચિંતનશીલ, ઉચ્ચ ચિંતન અને નિર્મળ જીવન પ્રતિ અગ્રેસર બની રહેતી હોય છે.

આત્મશાસિત સાત્વિક મન-

  • જે ધીમે ધીમે અધિકાધિક કોમળ, ઉદાત્ત, નિર્વ્યક્તિત્વ સંપન્ન તથા વિશ્વાત્મભાવ યુક્ત વ્યક્તિત્વમાં વિકસિત થતું જાય છે.

You may also like...