13. વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ
વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ:
નવ વ્યક્તિત્વના ઘડતરમાં આ ચારેય શક્તિઓનો ફાળો અમૂલ્ય બની રહે જો તે બધી શક્તિઓ માનવની અંદર પરસ્પર પૂરકરૂપ બની રહી સંવાદિતા સાથે કાર્યન્વિત થાય. પોતાના ક્ષેત્રમાં પૂર્ણ બનવા માટે કોઈપણ વ્યક્તિએ પોતાના પ્રધાન ગુણની સાથે અન્ય ગુણોના અંશોને પણ સમાવી લેવા પડતા હોય છે.
દા.ત. –
બ્રાહ્મણ-શક્તિ માટે જરૂરી છે અન્ય શક્તિઓના ગુણોના અંશો:
- જ્ઞાન-શક્તિને સામર્થ્ય પ્રદાન કરવા માટે જરુરી છે ક્ષત્રિયની તેજ-શક્તિ
- જ્ઞાન-શક્તિને લાભાન્વિત કરવા માટે જરૂરી વૈશ્યની કૌશલ્ય-શક્તિ
- જ્ઞાન-શક્તિને પ્રભુને સમર્પિત કરવા માટે જરૂરી છે શૂદ્રની સેવા-શક્તિ
ક્ષત્રિય-શક્તિ માટે જરૂરી છે અન્ય શક્તિઓના ગુણોના અંશો:\
- શક્તિ સામર્થ્યને આલોકિત કરવા જરૂરી છે બ્રહ્મ-તેજ
- શક્તિ-સામર્થ્યને નિયમ-બદ્ધ કરી સર્જનશીલ બનાવવા જરૂરી છે વૈશ્ય-શક્તિની અને
- ઈશ્વર તથા જગતની સેવા માટે જરૂરી છે શૂદ્ર-શક્તિની
વૈશ્ય-શક્તિ માટે જરૂરી છે અન્ય શક્તિઓના ગુણોના અંશો:
- વૈશ્ય-શક્તિ ને જરૂરી છે જિજ્ઞાશાવાળું મન અને વિશ્વ-વ્યાપી જ્ઞાન માટે જરૂરી છે બ્રાહ્મણ-શક્તિ
- વૈશ્ય-શક્તિને ઉત્પાદન સંબધી મોટું સાહસિક કાર્ય કરવા માટે જરૂરી છે ક્ષત્રિય-શક્તિ
- ઉપાર્જન કરી પોતાનું આજુબાજુનું જીવનને સમૃદ્ધ અને ફળદાયી બનાવવા સેવા અને દાનની પ્રવૃત્તિ માટે જરૂરી છે શૂદ્ર-શક્તિ