6.અસ્વાભાવિક યાંત્રિક કર્મ આત્મ વિકાસ માટે નિકૃષ્ટ કોટીનું બની રહે છે
ગીતા આગળ કહે છે કે જે માણસ જીવનમાં પોતાના કર્મમાં અભીરત રહે છે તે સંસિધ્ધિને મેળવે છે, અલબત, કેવળ કર્મ કરવાથી નહીં, પરંતુ જો તેને સત્ય જ્ઞાનપૂર્વક અને શુદ્ધ હેતુ સહિત કરે, એ કર્મ ને આ સૃષ્ટિમાં વ્યાપેલા પરમાત્માની ભક્તિ અને પૂજાના રૂપમાં ફેરવી શકે તથા કર્મ કરવાની સઘળી પ્રેરણા જે વિશ્વના સ્વામી પાસેથી આવતી હોય છે તેને તે કર્મ સાચા હૃદયથી અર્પણ કરે તો, સર્વ કર્મો ને, સર્વ સ્થૂલ કાર્યને અને ધર્મોને- ગમે તે પ્રકારના હોય તેમને – આ પ્રમાણે સમર્પણ કરી શકાય છે, તથા એને પરિણામે આપણું સમગ્ર જીવન, અંતરમાં અને બહાર જે પ્રભુ વ્યાપીને રહેલો છે તેને અર્પણરૂપ, અંજલીરૂપ, બની જઈ શકે છે. એવું કર્મ પોતે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના સાધન રૂપ બની જાય છે
स्वे स्वे कर्मणि अभिरतः संसिद्धिम् लभते नरः ।
स्वकर्म-निरतः सिद्धिम् यथा विन्दति तत् शृणु ॥ 18.45
Sri Aurobindo’s Interpretation:
A man who is intent on his own natural work attains perfection. Listen thou how perfection is won by him who is intent on his own natural work.