ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.10

પ્રશ્ન : આજે બેવડા પ્રકારનું દબાણ અનુભવાયું. એક આંખોના પાછળ ના ભાગમાંથી આવતું હતું. બીજું બંને કાનમાં પ્રવેશ પામ્યું હતું અને એ બંનેનું મિલન મુખમાં થયું.

ઉત્તર : એ આંતર મન તેમજ બાહ્ય મન (અભિવ્યક્તિ કરતું મન) બંને પર દબાણ દર્શાવે છે – કદાચ એ બંનેની ક્રિયાઓને એ જોડી આપે છે. મુખના નીચેના ભાગ પરનું સમગ્ર દબાણ હંમેશ અભિવ્યક્તિ કરતાં મન (શારીરિક ને મનોમય) પરનું કાર્ય દશવિ છે. એનું ચક્ર ગળામાં આવેલું છે.

પ્રશ્નઃ મસ્તકના વચ્ચેના ભાગમાં કંઈક ખૂલી રહ્યું હોય એવું અનુભવાય છે. એ કયો ભાગ છે ? શું ત્યાં કોઇ ચક્ર છે ?

ઉત્તર : એ બ્રહ્મરંધ છે, જેના દ્વારા શરીરની અંદર ઉચ્ચ તેમજ નિમ્ન ચેતના વચ્ચે સંપર્ક સધાતો હોય છે. એ માર્ગ છે, ચક્ર નહિ. ચક્ર તો એ ભાગમાં મસ્તકની ઉપર સહસ્દલ કમલ આવેલું, છે તે છે. હૃદય કેન્દ્રમાં જે સ્થાન છે તે ચૈત્યપુરુષના ઉદ્ઘાટન માટેનું સ્થાન છે. હાલ તમે જે કરી રહ્યા છો એ છે પરમાત્મા પ્રત્યેનું ઉપરની દિશાનું ખુલ્લાપણું અને એને માટે આંતર મનનું કેન્દ્ર એ યોગ્ય સ્થાન છે. હૃદય કેન્દ્ર એ માત્ર ચૈત્ય પુરુષનું જ સ્થાન છે એવું નથી. ચૈત્ય તત્વને આવરી રહેલ લાગણીપ્રધાન પ્રાણતત્ત્વનું સ્થાન પણ હૃદય કેન્દ્રમાં જ છે.

પ્રશ્ન : કોઇક વખત નાભિ કેન્દ્ર પાસે મને શૂન્યાકારની લાગણી થઈ આવે છે. એ આંતર કે બાહ્ય પ્રાણનું કેન્દ્ર છે ?

ઉત્તર : એ આંતર પ્રાણનું કેન્દ્ર છે. પરંતુ ત્યાં જે લાગણી થઈ આવે છે તે બાહ્યમાં પણ વિસ્તરી શકે છે.

You may also like...