પ્રશ્નઃ આપણા વ્યક્તિગત મનની માફક આંતર મન, ઊર્ધ્વ મન, તથા અધિમનસ પણ શું અલગતાવાદી હોય છે ? આપણે અધિમનસમાં કેવી રીતે પહોંચી શકીએ ?

ઉત્તર : ના. તેઓ વધુ વૈશ્વિક પ્રકારનાં છે. જ્યાં સૂધી તમે અલગતાવાદ્ટી ચેતનામાં બદ્ધ હો ત્યાં સુધી તમે અધિમનસમાં પહોંચી શકો નહિ.

પ્રશ્ન : માણસ જ્યારે અલગતાવાદી ચેતનામાં રહેતો હોય છે ત્યારે  વૈશ્વિક ચેતના સાથેનો એનો સંબંધ કયા પ્રકારનો હોય છે ?

ઉત્તર : વૈશ્વિક ચેતના સાથે એ આદાનપ્રદાન કરે છે ખરો પરંતુ પોતે એ પ્રક્રિયા વિશે તેમજ પોતે જે ગ્રહણ કરે છે એ વસ્તુના સ્રોત વિશે અજ્ઞાત હોય છે.

પ્રશ્નઃ બ્રહ્મન અને વેશ્વિક ચેતના એ બે શું એક જ છે ?

ઉત્તર : વૈશ્વિક ચેતના એ વૈશ્વિક બ્રહ્મન છે-એ ચેતનામાં “સર્વ’ ને એક રૂપે જોઈ શકાય છે.

પ્રશ્ન: માનવ એના સત સ્વરૂપે અતિમનસ કરતાં પણ ચઢિયાતો નથી ?

ઉત્તર : માનવનું સત્‌ સ્વરૂપ શું છે ? અને એ સ્વરૂપ બીજાં પ્રાણીઓનાં સત્‌ સ્વરૂપ કરતાં જુદું કેવી રીતે હોઈ શકે ? ઈશ્વર જ સર્વ પ્રાણીઓનું સત્‌ સ્વરૂપ છે.

 પ્રશ્ન : પૃથ્વી પર ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે અતિમનસ એ માનવનું એક સાધન નથી ?

ઉત્તર : સાક્ષાત્કાર કરવો એટલે શું ? મને લાગે છે તમને અહીં જે અભિપ્રેત છે તે છે ઇશ્વરનો આવિર્ભાવ, (સાક્ષાત્કાર નહિ) -માનવ એ શરીરમાં રહેલી મનોમય સત્‌તા છે–હવે જે મનથી પર છે એ અતિમનસ ઉપર એ કેવી રીતે આધિપત્ય જમાવી શકે ? માનવ માટે તો અધિમનસ પણ અતિ દૂરની વસ્તુ છે.

પ્રશ્ન : માણસ જ્યારે ઈશ્વર સાથે એકય સાધી લે છે ત્યારે પછી અતિમનસનું ચોક્કસ કાર્ય શું હોય છે ?

ઉત્તર : મનોમય ભૂમિકાએ માણસ ઈશ્વર સાથે ઐકય સાધી શકે છે. અતિમનસ  પૃથ્વી પર ઈશ્વરના આવિભવિ માટે જરૂરી છે.

dilip

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago