પ્રશ્નઃ આપણા વ્યક્તિગત મનની માફક આંતર મન, ઊર્ધ્વ મન, તથા અધિમનસ પણ શું અલગતાવાદી હોય છે ? આપણે અધિમનસમાં કેવી રીતે પહોંચી શકીએ ?
ઉત્તર : ના. તેઓ વધુ વૈશ્વિક પ્રકારનાં છે. જ્યાં સૂધી તમે અલગતાવાદ્ટી ચેતનામાં બદ્ધ હો ત્યાં સુધી તમે અધિમનસમાં પહોંચી શકો નહિ.
પ્રશ્ન : માણસ જ્યારે અલગતાવાદી ચેતનામાં રહેતો હોય છે ત્યારે વૈશ્વિક ચેતના સાથેનો એનો સંબંધ કયા પ્રકારનો હોય છે ?
ઉત્તર : વૈશ્વિક ચેતના સાથે એ આદાનપ્રદાન કરે છે ખરો પરંતુ પોતે એ પ્રક્રિયા વિશે તેમજ પોતે જે ગ્રહણ કરે છે એ વસ્તુના સ્રોત વિશે અજ્ઞાત હોય છે.
પ્રશ્નઃ બ્રહ્મન અને વેશ્વિક ચેતના એ બે શું એક જ છે ?
ઉત્તર : વૈશ્વિક ચેતના એ વૈશ્વિક બ્રહ્મન છે-એ ચેતનામાં “સર્વ’ ને એક રૂપે જોઈ શકાય છે.
પ્રશ્ન: માનવ એના સત સ્વરૂપે અતિમનસ કરતાં પણ ચઢિયાતો નથી ?
ઉત્તર : માનવનું સત્ સ્વરૂપ શું છે ? અને એ સ્વરૂપ બીજાં પ્રાણીઓનાં સત્ સ્વરૂપ કરતાં જુદું કેવી રીતે હોઈ શકે ? ઈશ્વર જ સર્વ પ્રાણીઓનું સત્ સ્વરૂપ છે.
પ્રશ્ન : પૃથ્વી પર ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે અતિમનસ એ માનવનું એક સાધન નથી ?
ઉત્તર : સાક્ષાત્કાર કરવો એટલે શું ? મને લાગે છે તમને અહીં જે અભિપ્રેત છે તે છે ઇશ્વરનો આવિર્ભાવ, (સાક્ષાત્કાર નહિ) -માનવ એ શરીરમાં રહેલી મનોમય સત્તા છે–હવે જે મનથી પર છે એ અતિમનસ ઉપર એ કેવી રીતે આધિપત્ય જમાવી શકે ? માનવ માટે તો અધિમનસ પણ અતિ દૂરની વસ્તુ છે.
પ્રશ્ન : માણસ જ્યારે ઈશ્વર સાથે એકય સાધી લે છે ત્યારે પછી અતિમનસનું ચોક્કસ કાર્ય શું હોય છે ?
ઉત્તર : મનોમય ભૂમિકાએ માણસ ઈશ્વર સાથે ઐકય સાધી શકે છે. અતિમનસ પૃથ્વી પર ઈશ્વરના આવિભવિ માટે જરૂરી છે.
Aloittelijan opas uhkapeleihin Näin pääset alkuun turvallisesti Miksi uhkapelaaminen kiinnostaa? Uhkapelaaminen on monille jännittävä ja…
En el emocionante mundo de los casinos online, las promociones son una parte fundamental que…
Casino's zijn tegenwoordig een populaire vorm van vermaak, vooral online. Voor Nederlandse spelers biedt iDEAL…
2026 yılında, online oyun dünyası hızla büyümeye devam ediyor ve Pinco Casino, Türkiye’deki oyunculara büyük…
Kasyna online zyskują na popularności, a gry na żywo stały się ulubionym wyborem wielu graczy.…
Casino dünyasına adım atanlar için, doğru bilgi ve stratejilerle yola çıkmak her zaman avantaj sağlar.…